ઓલ્યા પહાડની પાછળ
May 23
ગીત Comments Off on ઓલ્યા પહાડની પાછળ
[wonderplugin_audio id=”755″]
ઓલ્યા પહાડની પાછળ પરોઢિયે રાતો રાતો રંગ ઢોળાયો
વસ્તર જાતા રાતનું જાણે આભને ગાલે શરમભર્યો શેરડો એક છવાયો. – ઓલ્યા …
રમતા’તા થોડા તારલા થોડી બાકી રહેલી રાતે
ભમતા’તા નભમાં મોરલા થઇ વાદળિયાં પરભાતે
પૂરવને ભરી અમરતનો સોનલ કૂપો પાયો. – ઓલ્યા…
એકદંડિયા મ્હેલથી કો’કે કુવરીને છોડાવી
હજાર હાથે લડે બાણાસુ, કાળસેના તેડાવી
સૂરજદાદો અગનરથે ચઢી ગગન ધાયો – ઓલ્યા …
કુદરતમાં નાહીને પશુપ્રાણીએ મંત્ર જગાવ્યો
ભૂલાઈ જાતા રાગને પાછો પંખીઓએ ગવરાવ્યો
ઝાકળથી ધોઈ આકાશભૂમિ હવનને પ્રગટાવ્યો – ઓલ્યા
-નીનુ મઝુમદાર
સ્વર : કૃશાનુ મજમુદાર
સ્વરાંકન :કૃશાનુ મજમુદાર