હરિએ દઈ દીધો હરિવટો…
ક્યાં દેખું એ સુંદર મુખ, ક્યાં સનકારો ગળચટો ?

આધે આછા હરિરથ ઝળકે તેને તાકું કેવા !
પ્રાણ હોય તો તોડું આ તો હરિપણાંના હેવાં

નહીં સૂરતની, નહીં મૂરતની, આંસુની રમઝટો….

મીરાં કે પ્રભુ, અણસમજુનાં ક્યાં છે એવાં ગજાં ?
કરી મને પાંપણથી ચપટી વગાડવાની સજા

દરિયાએ પોતાના જળને એમ કહ્યું કે ‘ ધટો ! ‘

-રમેશ પારેખ

સ્વર : વિભા દેસાઈ
સ્વરાંકન : સુરેશ જોશી