બાગમાં ટહુકો છળે તો શું કરું
Oct 28
ગઝલ Comments Off on બાગમાં ટહુકો છળે તો શું કરું
બાગમાં ટહુકો છળે તો શું કરું?
લાગણી ભડકે બળે તો શું કરું?
આપણા સંબંધની આ રિક્તતા,
જો બધે જોવા મળે તો શું કરું?
સાવ અણજાણ્યા અધૂરાં લોકમાં,
વાત તારી નીકળે તો શું કરું?
પ્યાસ લઈને આંખમાં પાછો ફરું,
આંખમાં મૃગજળ મળે તો શું કરું?
-મેઘબિંદુ
સ્વર: હેમા દેસાઈ
સ્વરાંકન: આશિત દેસાઈ