એક ચહેરો તરવરે…
Dec 21
ગઝલ Comments Off on એક ચહેરો તરવરે…

એક ચહેરો તરવરે કાગળ ઉપર,
ને ઉદાસી અવતરે કાગળ ઉપર.
સ્વપ્ન જે સળગી રહ્યું છે આંખમાં,
રાખ બસ, એની ખરે કાગળ ઉપર.
કો’ક મારામાંથી નીકળીને પછી,
મારો પીછો આદરે કાગળ ઉપર.
એ વફાનું બેસણું રાખે, અને-
એક-બે ફૂલો ધરે કાગળ ઉપર.
-હિમલ પંડ્યા
સ્વર : શૌનક પંડ્યા
સ્વરાંકન : શૌનક પંડ્યા