ચોખલિયાળી ચુંદડીમાં ચમકે છે આભલા ને
Apr 24
ગીત Comments Off on ચોખલિયાળી ચુંદડીમાં ચમકે છે આભલા ને
[wonderplugin_audio id=”1071″]
આભલામાં ઘૂમે આખું આભ રે
ગબ્બરમાં ઘૂમે મોરી માત રે
આભલામાં ઘૂમે આખું આભ રે
એક એક ગરબામાં એક એક દીવડો
તાળી તણા તાલ સંગ રમતો લાગે ઘણો
ઘાઘરાના ઘેરમહીં ઘમકે છે ઘૂઘરી ને
ઘૂઘરીમાં ઘૂમે રૂડી ભાત રે
ગબ્બરમાં ઘૂમે મોરી માત રે
આભલામાં ઘૂમે આખું આભ રે
સેંથીએ ઉષાના રંગ છલકે ઉમંગ અંગ
કોકિલમા કંઠ મહીં સરતો મીઠો તરંગ
કંકણના રણકારે રણકે છે રાગિણી ને
રાગણીમાં ઘૂમે આખી રાત રે
ગબ્બરમાં ઘૂમે મોરી માત રે
આભલામાં ઘૂમે આખું આભ રે
-મહેશ સોલંકી
સ્વર : ગાર્ગી વોરા, નિગમ ઉપાધ્યાય
સ્વરાંકન : ડો. ભરત પટેલ