સાધો, હરિ સંગે હરીફાઈ
જીતી જશું તો હરિ જીત્યાની ક૨શું આપબડાઈ. સાધો.

હારી જઈશું તો ઇડરિયો
ગઢ ધરશું હરિચરણે,
કામદૂધા દોહી દોહી
હરિરસ ભરશું બોઘરણે…

ભગતિ તો જૂગટું છે, હાર્યો રમશે રમત સવાઈ સાધો.

અનંતની ચોપાટ પાથરી
હરિએ ફેંક્યા પાસા,
અમે જીત્યા તો ઢોલ વજાડો
હરિ જીતે તો ત્રાંસા.

છેક છેવટ હાર કબૂલી જાશું સ-રસ રિસાઈ. સાધો.

-હરીશ મીનાશ્રુ

સ્વર : અમર ભટ્ટ
સ્વરાંકન : અમર ભટ્ટ