અલી તારું હૈયું કેસૂડાનું ફૂલ
May 11
ગીત, સંગીત સુધા Comments Off on અલી તારું હૈયું કેસૂડાનું ફૂલ
[wonderplugin_audio id=”1045″]
અલી તારું હૈયું કેસૂડાનું ફૂલ
હેજી… વ્હાલપને ને વગડે શું ઝબકયું ગોકુળ
ઓલ્યું કેસૂડાનું ફૂલ
અલી તારું હૈયુ કેસૂડાંનું ફૂલ
ફાગણિયા ને ફેંટે દીઠું કેસૂડાનું ફૂલ
હેજી… આંટે આંટે અટવાતું હૈયું થાતું ડૂલ
ઓલ્યું કેસૂડાનું ફૂલ
અલી તારું હૈયું કેસૂડાનું ફૂલ
પ્રીતિની પાંદડીને કેસૂડાનો રંગ
હેજી….. ફોરમ એની ફરકંતી, નાહોલિયાની સંગ
હેજી….. જોબનિયું જાગ્યું રે એનું વણમાંગ્યું લો મૂલ
ઓલ્યું કેસૂડાનું ફૂલ
અલી તારું હૈયું કેસૂડાનું ફૂલ.
-ભાસ્કર વોરા
સ્વર : હંસા દવે
સ્વરાંકન : ક્ષેમુ દિવેટિયા