[wonderplugin_audio id=”1136″]

 

માધવે રાધા જમાં અધરે ધરી કે આખી
વાંસળીની જેમ ઉઠી વાગી.
સાત સાત સૂરના મેઘના ધનુષ જેમ
રોમ રોમ રાગીણી જાગી

સાત સાત સૂરોનું ગૂંથેલું મોરપીંછ
જેવું જરાક નમી ઝૂકયું
પ્રેમને જરાક પાન આખુંય સામ ગાન
વેધ વેધ વેદ જેમ ફૂંકયું
વેગળી કરે છે તોય વાગે છે મોરલી
એકલીય માધવની રાગી !

ફૂંકે તે સૂર સૂર, ઝીલે તે સૂર સૂર
સૂર સૂર શ્યામ અને રાધા
ખીલ્યું છે સૂરધનુ આંખમાં અગાધ એમાં
ઓગળે છે દૈત આધા આધા
સૂરને ત્રિભંગ સોહે મોહે વરમાંડ, આજ
અદકું કંઈ વિશ્વ વરણાગી …

-ઉશનસ્

સ્વર :આરતી દવે
સ્વરાંકન :ક્ષેમુ દિવેટિયા