રિમઝિમ બરસે બાદલ બરસે
May 24
ગીત, સંગીત સુધા Comments Off on રિમઝિમ બરસે બાદલ બરસે
[wonderplugin_audio id=”1145″]
રિમઝિમ બરસે બાદલ બરસે
મ્હારું મન ગુંજે ઝંકાર…
સાવનની સખી સાંજ સુહાગી
કરતાં મોર પુકાર
ગગનગોખથી મદભર નેણાં
વીજ કરે ચમકાર..
અંજન આંજુ પહેરું પટોળાં
સોળ સજું શણગાર
મોરે પિયા પરદેશ બસે
આ સાવન આવણહાર
હું મંદિરના દીપ સજાવું
ગૂંથું ફૂલની માળ
કઈ દીશથી મ્હારો કંથ પધારે
કઈ દીઓ અણસાર.…
-સુન્દરમ
સ્વરઃ વિભા દેસાઈ
સ્વરાંકનઃ ક્ષેમુ દિવેટિયા