આ શ્રાવણિયાના જલ વરસે
ઝરમર ઝરમર ઝરમરતાં ફોરાં રે
કોઈ વીંઝોળે નભ બોરડી
દડ દડ, દડ દડ, દડ દડતાં બોરાં રે……..
આ વીજળી રાધા કાન સઘન ધન
એક થયાં બે વ્હાલાં રે
કંઈ વરસે સ્નેહલ બાળ રસિયા
માણો થઈ મતવાલા રે…દડ દડ…..આ શ્રાવણિયાના…
આ કદીક સાંજુકના આકાશે
ઇન્દ્રધનુ ઘેરાતાં રે
કોઇ જલકન્યાના પાલવના
એ રંગ છતાં લ્હેરાતા રે… ઝરમર…આ શ્રાવણિયાના
આ અક્ષય ગોરસપાત્ર ફૂટતાં
મહી ઢળે મરમાળાં રે
કઈ હેત કરી અપનાવો એનાં
પીવણ પાવનહારાં રે..દડ દડ..આ શ્રાવણિયાના…

-હેમન્ત દેસાઈ

સ્વર : શ્રુતિ ગાયકવૃંદ