એકલું એકલું એકલતામાં
May 25
ગીત, સંગીત સુધા Comments Off on એકલું એકલું એકલતામાં
[wonderplugin_audio id=”1164″]
એકલું એકલું એકલતામાં
આખી આખી રાત જાગતું શૂન્ય
શૂન્ય ઘૂઘવતું ઘમ્ ઘમ્ ઘમ્ ઘમ્
ખન ખન ખન ખન ખન ખગોળ કેરો
ચરખો ખનકે ચમ્ ચમ્ ચમ્ ચમ્
ચમ્ ચમ્ ચમ્ ચમ્
ચાક ચડેલું ચક્રવાલ આ
ધરી ફરંતુ શાંત ઊંઘતું
આરાઓમાં શબ્દ સૂસવતો
સમ્ સમ્ સમ્ સમ્ સમ્ સમ્
નિહારિકાના પોલાણોમાં ઊઠી આંધિયો ગોટમગોટા
લૂમ લૂમ કેરાં અંતરાલમાં
તણખાઓની તડ તડ ઊડે
જ્યોત ઝાડીમાં તેજ તણાં તમરાંઓ બોલે
ત્રમ્ ત્રમ્ ત્રમ્ ત્રમ્ ત્રમ્ ત્રમ્
ગોલક કેરી ઘૂઘરીઓથી મસ મોટું કોઈ
નર્તક ઠેકયું ઝણઝણ ઝણ ઝણનું
ઝાંઝરીયું ઝણકે ઝન્ ઝન્ ઝન્ ઝન્
તારાઓના રવ રવ રવ રવ
ભમ્મરિયા આ મધપૂડામાં
ઊડ ઊડ કરતી ભમરીઓનું
મંદ ગુંજરતું ભુમ્ ભુમ્ ભૃમ્ ભૃમ્
શૂન્ય ધૂધવતું ઘમ્ ઘમ્ ઘમ્ ઘમ્
બ્રહ્મ કકણતું સેહમ્ સહમ્
-ઉશનસ્
સ્વર :શ્રૃતિ ગાયકવૃંદ