લાખ ભલેને હોય કુટેવો
Jun 20
ગઝલ Comments Off on લાખ ભલેને હોય કુટેવો
[wonderplugin_audio id=”636″]
લાખ ભલેને હોય કુટેવો
માણસ તોયે મળવા જેવો
સૌ પૂછે છે સારું શું છે ને
સાચો ઉત્તર કોને દેવો
દર્પણને ઘડપણ આવ્યું છે
હું તો છું એવો ને એવો
બાળક ખાલી આંખ મિલાવે
ત્યાં જ મને છૂટે પરસેવો
આપ ભલેને હોવ ગમે તે
હુ ય નથી કંઈ જેવો તેવો
-મકરંદ મુશળે
સ્વર: રાહુલ રાનડે
સ્વરાંકન : રાહુલ રાનડે