ચાલ, વરસાદની મોસમ છે
Jun 22
ગઝલ Comments Off on ચાલ, વરસાદની મોસમ છે
[wonderplugin_audio id=”1261″]
ચાલ, વરસાદની મોસમ છે, વરસતાં જઈએ,
ઝાંઝવા હો કે હો દરિયાવ, તરસતાં. જઈએ.
મોતના દેશથી કહે છે કે બધાં ભડકે છે,
કૈં નથી કામ, છતાં ચાલ, અમસ્તાં જઈએ!
આપણે ક્યાં છે મમત એક જગાએ રહીએ,
માર્ગ માગે છે ઘણાં, ચાલને, ખસતાં જઈએ.
સાવ નિર્જન છે આ વેરાન, બીજું શું કરીએ,
બાંધીએ એક નગર, ને જરા વસતાં જઈએ.
તાલ દેનારને પળ એક મૂંઝવવાની મઝા,
રાગ છેડ્યો છે રુદનનો, છતાં હસતાં જઈએ.
-હરીન્દ્ર દવે
સ્વર : નયન પંચોલી
સ્વરાંકન : નયન પંચોલી