એક એવું ઘર મળે ….
Jun 14
ગીત Comments Off on એક એવું ઘર મળે ….
[wonderplugin_audio id=”21″]
Click the link below to download
એક એવું ઘર મળે આ વિશ્વમાં
જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું
એક એવું આંગણું કે જ્યાં મને
કોઈ પણ કારણ વિના શૈશવ મળે
એક બસ એકજ હો એવું નગર
જ્યાં ગમે ત્યારે અજાણ્યો થઇ શકું
” કેમ છો ? ” એવું ય ના કહેવું પડે
સાથ એવો પંથમાં ભવભવ મળે
કોઈ એવી મહેફિલ હો જ્યાં મને
કોઈ બોલાવે નહિ ને જઈ શકું
એક ટહુકામાં જ આ રુંવે રુંવે
પાનખરના આગમનનો રવ મળે
તો ય તે ના રંજ કઈ મનમાં રહે
અહીંથી ઉભો થાઉં ને મૃત્યુ મળે
– માધવ રામાનુજ
સ્વર : રાસબિહારી દેસાઈ