Click the link below to download

Tabibo Pasthi Hu Niklyo.mp3

 

તબીબો  પાસેથી  હું નિકળ્યો  દિલની  દવા  લઈને,
જગત  સામે   જ   ઊભેલું  હતું  દર્દો  નવા   લઈને.

તરસને  કારણે નહોતી  રહી   તાકાત   ચરણોમાં,
નહી તો હું તો નીકળી જાત રણથી ઝાંઝવા લઈને.

હું રજકણથીય હલકો  છું તો   પર્વતથીય   ભારે  છું,
મને   ના   તોળશો   લોકો   મારા   ત્રાજવા   લઈને.

ગમી    જાય  છે  ચેહરો   કોઈ, તો  એમ  લાગે   છે,
પધાર્યા  છો  તમે  ખુદ  રૂપ   જાણે   જુજવા  લઈને.

સફરના  તાપમાં    માથા  ઉપર   એનો   છાંયો  છે,
હું નિકળ્યો છું નજરમાં મારા ઘરના ને જવા લઈને

બધાના   બંધ  ઘરના  દ્વાર  ખખડાવી  ફર્યો  પાછો,
અને  એ  પણ  ટકોરાથી    તૂટેલા    ટેરવા   લઈને.

ફક્ત એથી મેં મારા શ્વાસ   અટકાવી  દીધા ‘બેફામ’
નથી  જન્નતમાં  જાવું મારે દુનિયાની  હવા લઈને.

– બરકત વિરાણી – ‘બેફામ’

સ્વર : આશિત દેસાઈ