આછાં આછાં રે વાદળમાં ઘાટી કુંજડિયું ની હાર રે
ઝંખો એકાદો છાંટો ને ત્યાં તો વરસે અનરાધાર
આછાં આછાં રે…

ભીનાં ભીનાં વાયક લઈને કોણ ફરીથી આવે સૈયર
લીલીછમ ઈચ્છાનો ઉઘાડ કોણ ફરીથી લાવે સૈયર
ઉઘડે જૂગ જૂગની ઓળખનો ઝાંખો નજર્યુંના અણસાર રે
ઝંખો એકાદો છાંટો ને ત્યાં તો વરસે અનરાધાર

સોળ કળા નું અજવાળું લઈ કોંણ ફરીથી ઝળહળતું સૈયર
લાગણીઓનાં પૂર થઈને કોણ ફરી ખળખળતું સૈયર
વાગે ઓલી કોર વાંસળીયું, વાગે શરણાઈયું આ પાર
આછાં આછાં રે વાદળમાં ઘાટી કુંજડિયુંની હાર રે
ઝંખો એકાદો છાંટો ત્યાં તો વરસે અનરાધાર

– લાલજી કાનપરિયા

સ્વરઃ સ્વરલ નાયક
સ્વરાંકન :રવિન્ નાયક