તબીબો પાસેથી હું …
Jun 15
ગઝલ Comments Off on તબીબો પાસેથી હું …
[wonderplugin_audio id=”23″]
Click the link below to download
તબીબો પાસેથી હું નિકળ્યો દિલની દવા લઈને,
જગત સામે જ ઊભેલું હતું દર્દો નવા લઈને.
તરસને કારણે નહોતી રહી તાકાત ચરણોમાં,
નહી તો હું તો નીકળી જાત રણથી ઝાંઝવા લઈને.
હું રજકણથીય હલકો છું તો પર્વતથીય ભારે છું,
મને ના તોળશો લોકો મારા ત્રાજવા લઈને.
ગમી જાય છે ચેહરો કોઈ, તો એમ લાગે છે,
પધાર્યા છો તમે ખુદ રૂપ જાણે જુજવા લઈને.
સફરના તાપમાં માથા ઉપર એનો છાંયો છે,
હું નિકળ્યો છું નજરમાં મારા ઘરના ને જવા લઈને
બધાના બંધ ઘરના દ્વાર ખખડાવી ફર્યો પાછો,
અને એ પણ ટકોરાથી તૂટેલા ટેરવા લઈને.
ફક્ત એથી મેં મારા શ્વાસ અટકાવી દીધા ‘બેફામ’
નથી જન્નતમાં જાવું મારે દુનિયાની હવા લઈને.
– બરકત વિરાણી – ‘બેફામ’
સ્વર : આશિત દેસાઈ