Pragati Vora
પ્રગતિ વોરા અને વિપુલ મહેતા
[wonderplugin_audio id=”24″]

 
Click the link below to download
 
Aakhar Ni Mausam Na.mp3

આખરની મૌસમના વળતાં જ્યાં વ્હાણ ત્યાં તો,
છાતીમાં કંઈ કંઈ થાય છે
રોજ ખારવણ કાંઠા પર જાય છે

પરણ્યાંની પાંચ રાત માંડ પૂરી થઇ’તી ત્યાં
ઉપડ્યો’તો વાલમિયો વ્હાણમાં,
ખોબા ભરીને એ તો દઈ ગ્યો તો વ્હાલ,
થોડા બોકા આપ્યા’તા એંધાણમાં,
દરિયાના દેવને પૂજતાં એ પૂછતી,
કે વાયરો કઈ ગમનો વાય છે

જાગે તો કોરીને ખાય છે એકલતા
સૂતા સપનાના શૂળ લાગે
તસતસતા કંચવાની દોરી દરરોજ હવે
ખેંચીને છૂટવા કયાં માંગે ?
આઠ આઠ મહિનાના નકરા ઊજાગરામાં
આંખ્યુંના આંજણ ધોવાય છે

– અજીત પરમાર

સ્વર : પ્રગતિ વોરા
સ્વરાંકન : મુકુન્દ ભટ્ટ