અમે વૃક્ષ ચંદન નું ચિરાઈ ચાલ્યા
Dec 05
ગીત Comments Off on અમે વૃક્ષ ચંદન નું ચિરાઈ ચાલ્યા
[wonderplugin_audio id=”1413″]
અમે વૃક્ષ ચંદન નું ચિરાઈ ચાલ્યા
છીએ, લાગણીવશ તે લીરાઈ ચાલ્યા
અમે વૃક્ષ ચંદન નું ચિરાઈ ચાલ્યા…
રહીશું અમે ટેરવા ની અડોંઅડ
હથેળી માં તારી લકીરાઈ ચાલ્યા
છીએ લાગણી વશ તે લીરાઈ ચાલ્યા
અમે વૃક્ષ ચંદન નું ચિરાઈ ચાલ્યા…
અમે મહેતા નરસિહ ની કરતાલ છૈયે…..
અને મંજીરા થઇ ને મીરાઈ ચાલ્યા
છીએ લાગણી વશ તે લીરાઈ ચાલ્યા…
અમે વૃક્ષ ચંદન નું ચિરાઈ ચાલ્યા..
પડી જળ ના ચરણો માં કાંઠા ની બેડી…
છીએ આતમા પણ શરીરાઈ ચાલ્યા
છીએ લાગણી વશ તે લીરાઈ ચાલ્યા…
અમે વૃક્ષ ચંદન નું ચિરાઈ ચાલ્યા
છીએ, લાગણીવશ તે લીરાઈ ચાલ્યા
અમે વૃક્ષ ચંદન નું ચિરાઈ ચાલ્યા,
લીરાઈ ચાલ્યા,લકીરાઇ ચાલ્યા, મિરાઈ ચાલ્યા ,શરીરાઈ ચાલ્યા….
-ભગવતીકુમાર શર્મા
સ્વર : સોલી કાપડિયા
સ્વરાંકન : સોલી કાપડિયા