ઉદ્દયન મારૂ

 

સખી   મને   તેં  સરોવર  કહ્યો   એ   ઘટનાને
હું  મારાં   ગીતકમળથી  લે   ચાલ,  શણગારું

હવે   હું   પીળી  પડેલી   છબીની   જેવો  છું
તને ગમે  તો   પ્રણયની    દીવાલ   શણગારું

આ મારા  હાથમાં   ખાલીપણાંના   ફૂલો  છે
કહે તો આપણો આ આજમ્હાલ શણગારું

હવે   વસંત  કે  ફૂલની   પ્રતીક્ષા  કોણ  કરે ?
હું   મારા   વ્હાલથી  તારું  વહાલ શણગારું

તને   આ   જિંદગી   જેવો  જવાબ આપીને
નજીકથી   તેં    કરેલો    સવાલ    શણગારું

– રમેશ પારેખ

સ્વર : ઝરણા વ્યાસ અને અન્વી મારૂ
સ્વરાંકન : ઉદ્દયન મારૂ