પ્રશાંત સોમાણી

 
તને હું સાવ સાચું કહું  સનમ? તું શ્વાસ  છો મારો,
નહી   જીવી   શકું   તારા વગર વિશ્વાસ છો મારો.

સજન સાંભળ, મને લખવું ગમે છે એનું કારણ છે,
ગઝલમાં   કાફિયા   ને  ગીતમાં  તું પ્રાસ છો મારો.

મરીને   પણ   સદા  જીવંત   રહેવાની  મને ઈચ્છા,
અમર  થઇ  જીવવા માટે તું કારણ  ખાસ છો મારો.

હું આથી  તો ગમે તે   હાલમાં   સાચું  હસી શકતો,
ઉપાધીને   ખબર, તું   ભીતરી  ઉલ્લાસ  છો  મારો.

મને   નડતું   ન  અંધારું   કદીયે   એજ   કારણથી,
સુરજ  ઉગે પહેલાનોય  તું  અજવાસ   છો  મારો,

– પ્રશાંત સોમાણી

સ્વરઃ ડો.ફાલ્ગુની શશાંક
સ્વરાંકન : ડો.ફાલ્ગુની શશાંક