અમારે તો અક્ષર સુધી પહોંચવું છે
Dec 17
ગઝલ Comments Off on અમારે તો અક્ષર સુધી પહોંચવું છે
[wonderplugin_audio id=”1434″]
અમારે તો અક્ષર સુધી પહોંચવું છે
પરત એ પિયુઘર સુધી પહોંચવું છે
ફુલેકે ચડીને ફજેતો શું કરવો
ફકત એક અવસર સુધી પહોંચવું છે.
પ્રથમથી જ ખુલ્લા અમે હાથ રાખ્યા
અહીં ક્યાં સિકંદર સુધી પહોંચવું છે
પરિચય તો કેવળ છે પહેલું પગથિયું
હજી તો પરસ્પર સુધી પહોંચવું છે
હવે કાંખઘોડી ગઝલની બનાવી
સ્વયં ને સુખનવર સુધી પહોંચવું છે
– પ્રફુલ્લ નાણાવટી
સ્વરઃ ઓસમાણ મીર
સ્વરાંકન : ડો. ભરત પટેલ
સંગીત : ડો. ભરત પટેલ