Archive for May, 2009
2
May
ભરત ભટ્ટ ‘પવન’
આગની મર્યાદા ઉથાપે નહિં,
તાપણે બેસે ખરો, તાપે નહિં.
ભીંતમાં ઊગી ગયેલા વૃક્ષને,
ઘરધણી કારણ વિના કાપે નહિં.
જે નદીની જેમ ઢસડાયાં નથી
એ તળાવો રેત પણ આપે નહિં,
રોજ ઈચ્છાઓ મરે છે કેટલી !
એટલે અખબાર એ છાપે નહિં.
હા, દીવામાં તેલ ખૂટ્યું’તું ‘પવન’,
એ બુઝાયા કોઈના પાપે નહિં.
- ભરત ભટ્ટ ‘પવન’
