લાલી મેરે લાલકી

Comments Off on લાલી મેરે લાલકી

Sanju Wala
સંજુ વાળા


Click the link below to download

lali Mere Lal Ki.mp3

 

લાલી  મેરે  લાલકી  જિત  દેખું   તિત   લાલ
નભના નેવેથી  સતત અઢળક  ઢળતું  વ્હાલ

તળમાં રમતી  વીજળી પ્રગટ  થશે અબહાલ
મુઠ્ઠીમાં    લઈને   શિખા   ખેંચી   કાઢી   ખાલ

કરતું   છાનાં   ડોકિયાં    ઘટમાં   બેઠું  વ્યાલ
ઓળખવું  અઘરું પડે  ઓળખીએ  તો  ન્યાલ

આ તે કેવા દીધા દિન કરીએ  કયાં  ફરિયાદ
બહુ  હલાવ્યા હાથ પણ વાગી નહીં  કરતાલ

નવતર  નાતો જાણીએ જળઝીણો  અણુબંધ
શિકારા  તારા  સ્મરણ    મન  મારું  છે   દાલ

રૂમઝૂમ   રણકે   ખંજરી   ધ્રાંગ   ધડૂકે   ઢોલ
વચ્ચે   ભીતરનો   મૃદુ  સાવ  અનોખો  તાલ

વિકસતા   નીચે  નમે  નિશદિન  દે  સુગન્ધ
સાધો  એવા   વૃક્ષની   છો  કડવી   હો  છાલ

– સંજુ વાળા

સ્વરાંકન : ડો ભરત પટેલ
સ્વર : પ્રહર વોરા

( પ્રથમ પંક્તિ  સંદર્ભ – સંત કવિ કબીર સાહેબ )

મારે રુદિયે બે મંજીરા

Comments Off on મારે રુદિયે બે મંજીરા

Kalpak Gandhi
મેહા , ફેનિલ અને શાલ્મલિ
 


 
Click the link below to download

Manjira.mp3

 

મારે રુદિયે બે મંજીરા :
એક જૂનાગઢનો મહેતો,બીજી મેવાડની મીરાં …..

કૃષ્ણકૃષ્ણના રસબસ રણકે
પડે પરમ પડછંદા;
એક મંજીરે સૂરજ ઝળહળ
બીજે અમિયલ ચંદા

શ્વાસશ્વાસમાં નામસ્મરણના સરસર વહત સમીરા …….

રાસ ચગ્યો ને હૈડાહોંશે
હાથની કીધી મશાલ ;
વિષનો પ્યાલો હોઠ પામીને
નરદમ બન્યો નિહાલ

હરિના જન તો ગહનગંભીરાં ,જ્યમ જમુનાનાં નીરા …..
મારે રુદિયે બે મંજીરા .

– ભગવતીકુમાર શર્મા

સ્વર : મેહા,ફેનિલ શાલ્મલિ

સ્વારાંકન : કલ્પક ગાંધી

વચલી ફળીમાં

Comments Off on વચલી ફળીમાં

 


 

Click the link below to download

Vachali Falima-Vinod Joshi.mp3

 
વચલી ફળીમાં એક ખોરડું જી રે
પાછલી પછીત બારોબાર માણારાજ

ઈ રે પછીતે એક જાળિયું રે
હેઈ ….જાળિયાની પછવાડે ઝૂલે અંધારું કાંઈ ઘેનમાં રે
એનઘેનમાં રે ! જેમ લીંબુડી ઝૂલે ;

જાડી ડાળીને ઝીણી તીરખી જી રે
કૂણીકચ્ચ કૂંપળનો ભાર માણારાજ

લીલા તે સાગનો ઢોલિયો રે
ઢોલિયાની પાંગતમાં,
હેઈ …. ઢોલિયાની પાંગતમાં ટહૂકે મઢેલ એક મોરલો રે
રંગમોરલો રે ! રંગ ધોધમાર ચૂવે ;

ઊંડો કૂવોને પાણી છીછરાં જી રે
ધારિયામાં છલકાતી ધાર માણારાજ

– વિનોદ જોશી

સ્વર : મેહા, ફેનિલ, શાલ્મલી

સ્વરાંકન : કલ્પક ગાંધી

@Amit Trivedi