મોકલી જો તો શકે તો મરણ મોકલાવ

Comments Off on મોકલી જો તો શકે તો મરણ મોકલાવ

 

સૌજન્ય : રાકેશ પટેલ ( USA )

 

 

મોકલી   જો  તું  તો   શકે   તો   મરણ મોકલાવ.
મહેરબાની   કર   હવે   સ્મરણ    ના   મોકલાવ

આવવું      જો      હોય     ત્યારે     આવ    રૂબરૂ .
મહેરબાની  કર    હવે   કારણ    ના   મોકલાવ

કે   મને   ડંખ્યા   કરે   તારો      વિરહ     સતત.
વાંઝણી  આ   ઈચ્છાની   નાગણ  ના મોકલાવ

જીંદગીભર      હું     ચલાવી    લઈશ    જગમાં.
મુજ   તરસને   કારણ  આ  રણ  ના   મોકલાવ.

યાદ     તારી      પૂરતી     છે      બાળવા    મને
અગ્નિ નાં      રૂપમાં    શ્રાવણ    ના   મોકલાવ….

– હર્ષ બ્રહ્મભટ્ટ.

સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય.

એવુંય ખેલ ખેલમાં ખેલી જવાય છે

Comments Off on એવુંય ખેલ ખેલમાં ખેલી જવાય છે

 

 

એવુંય  ખેલ   ખેલમાં   ખેલી    જવાય   છે,
હોતી  નથી   હવા   અને   ફેલી  જવાય   છે

ઊંઘી  જવાય  છે   કદી   આમ  જ ટહેલતાં,
ક્યારેક    ઊંઘમાંય    ટહેલી     જવાય   છે.

આવી ગયો  છું   હું   ય  ગળે  દોસ્તી   થકી,
લંબાવે   કોઈ   હાથ  તો   ઠેલી   જવાય છે.

બલિહારી છે બધીય ગુલાબી  સ્મરણ તણી
આંખો  કરું   છું   બંધ,   બહેલી   જવાય છે.

મળતી   રહે  સહાય   નશીલી નજરની તો,
આંટીઘૂંટી   સફરની   ઉકેલી     જવાય   છે.

લાગે  છે    થાક   એવો   કે ક્યારેક વાટમાં,
સમજી  હવાને   ભીંત   અઢેલી   જવાય  છે.

ભર્યો    છે    એટલો    પૂરો     કરો   પ્રથમ,
અહીંયાં  અધૂરો જામ ના   મેલી જવાય છે.

– અમૃત ઘાયલ

સ્વર : દીપ્તિ દેસાઈ

સ્વરાંકન : અમર ભટ્ટ

હોઠ મલકે તો મોટી મહેરબાની

Comments Off on હોઠ મલકે તો મોટી મહેરબાની

 


 

હોઠ મલકે તો મોટી મહેરબાની
સાજન,થોડો મીઠો લાગે ;
તારી સંગાથે પ્રેમનો અજાણ્યો
મૂલક ક્યાંક દીઠો લાગે

સંગાથે હોય ત્યારે અટવાતાં ચાલીએ
કે એકલાનો રાહ એકધારો,
મઝધારે મ્હાલવાનો મોકો મળ્યો, તો
ભલે આઘો ઠેલાય આ કિનારો !
મધમીઠો નેહ તારો માણું
સંસાર આ અજીઠો લાગે

રાત આખી સૂતો ક્યાં સૂરજ, સવારે
એની આંખમાં ઉજાગરાની લાલી ,
લથડીને ચાલતી આ ચંચળ હવાનો હાથ
ઊઘડેલા ફૂલે લીધો ઝાલી ;
તારી આંખના ઉજાગરાનો
છલકતો રંગ જો મજીઠો લાગે !

– હરીન્દ્ર દવે

સ્વર : આનતિ શાહ
સ્વરાંકન : માલવ દિવેટિયા

હતી રાત થોડી અને વેશ ઝાઝાં

Comments Off on હતી રાત થોડી અને વેશ ઝાઝાં

 

 

હતી રાત થોડી અને વેશ ઝાઝાં,
ત્યાં કરવી પડી એ સ્થિતિમાં ઉતાવળ;
ભૂલેલાં જૂઠાં રાહથી પાછો વળવાં,
હું લાવ્યો ‘તો મારી ગતિમાં ઉતાવળ…

જીવનભરનાં ગુન્હાં કબૂલીને જેમાં,
લખ્યોતો તને પત્ર મેં ખૂબ લાંબો;
ઘડી અંતની આવી ગઇ ને થઇ છે,
લિખિતંગની છેલ્લી લીટીમાં ઉતાવળ…

ન સીતાહરણ થાત, ના થાત મૃત્યુ
લંકાપતીનું, શ્રીરાઘવનાં હાથે;
કાંચનનો મૃગ જોઇ મોહી જવામાં
જો થાતી નાં સીતા સતીમાં ઉતાવળ…

મજા મસ્ત મહેફીલની માણવાંને ,
નિમંત્ર્યા’તા મિત્રો મેં વીણી વીણીને;
નિહાળીને વર્તન હું પસ્તાઇ બેઠો,
થતું, મેં કરી દોસ્તીમાં ઉતાવળ…

હજું જીવવુંને જીરવવું’તું બાકી,
હજું કાવ્યનાં ખૂબ કરવાં’તા સર્જન;
પરંતું ‘રવિ’ની જરુરત પ્રભુને,
જે કીધી મરણની તિથિમાં ઉતાવળ….

શબ્દ રચના: રવિ ઉપાધ્યાય

સંગીત : પ્રકાશ ઉપાધ્યાય

તારાં સ્મરણને મારામાંથી બાદ કરી જોઉં

Comments Off on તારાં સ્મરણને મારામાંથી બાદ કરી જોઉં

 

 

તારાં  સ્મરણને  મારામાંથી  બાદ  કરી જોઉં
કોશિશ  હું  આપઘાતની  એકાદ  કરી   જોઉં

શા માટે બાંધી રાખવા  સગપણના પાંજરે ?
લાવો,  તમામ  શ્વાસને  આઝાદ  કરી  જોઉં

કોનામાં લીલો મોલ લચી પડશે, શી ખબર
સર્વત્ર મારા  જીવનો   વરસાદ   કરી   જોઉં

આ ખાલી ઘરમાં હોતું નથી કોઈ આજકાલ
રહેતુ’તું   કોણ,   લાવ, જરા યાદ કરી જોઉં

છું   હું   કોઈક   માટેની  સાષ્ટાંગ    પ્રાર્થના ,
મંદિરમાં   કોણ  છે, હું  કોને સાદ કરી જોઉં ?

જાઉં   ને   મૃત્યુ     નામના    રાજાધિરાજને
પેશેનજર   રમેશની   સોગાદ   કરી   જોઉં

-રમેશ પારેખ

સ્વર : રવિન નાયક

સ્વરાંકન : રવિન નાયક

Older Entries Newer Entries

@Amit Trivedi