મેરે પિયા.. નિધી ધોળકિયા

Comments Off on મેરે પિયા.. નિધી ધોળકિયા

મેરે પિયા મેં કછુ નહીં જાનૂં
મેં તો ચુપચુપ ચાહ રહી

મેરે પિયા, તુમ કિતને સુહાવન
તુમ બરસો જિમ મેહા સાવન
મેં તો ચુપચુપ નાહ રહી

મેરે પિયા, તુમ અમર સુહાગી,
તુમ પાયે મૈં બહુ બડભાગી,
મૈં તો પલપલ બ્યાહ રહી

– સુન્દરમ્

સ્વર : નિધી ધોળકિયા

મેરે પિયા…સાધના સરગમ

Comments Off on મેરે પિયા…સાધના સરગમ

મેરે પિયા મેં કછુ નહીં જાનૂં
મેં તો ચુપચુપ ચાહ રહી

મેરે પિયા, તુમ કિતને સુહાવન
તુમ બરસો જિમ મેહા સાવન
મેં તો ચુપચુપ નાહ રહી

મેરે પિયા, તુમ અમર સુહાગી,
તુમ પાયે મૈં બહુ બડભાગી,
મૈં તો પલપલ બ્યાહ રહી

– સુન્દરમ્

સ્વર : સાધના સરગમ

મેરે પિયા મેં કછુ નહીં જાનૂં…સંજુ વાળા

Comments Off on મેરે પિયા મેં કછુ નહીં જાનૂં…સંજુ વાળા

મેરે પિયા મેં કછુ નહીં જાનૂં
મેં તો ચુપચુપ ચાહ રહી

મેરે પિયા, તુમ કિતને સુહાવન
તુમ બરસો જિમ મેહા સાવન
મેં તો ચુપચુપ નાહ રહી

મેરે પિયા, તુમ અમર સુહાગી,
તુમ પાયે મૈં બહુ બડભાગી,
મૈં તો પલપલ બ્યાહ રહી

– સુન્દરમ્

આસ્વાદ : કવિ શ્રી સંજુ વાળા

શબરીએ બોર કદી ચાખ્યા’તા ક્યાં?

Comments Off on શબરીએ બોર કદી ચાખ્યા’તા ક્યાં?

 

 

શબરીએ બોર કદી ચાખ્યા’તા ક્યાં?
એણે જીભે તો રાખ્યા’તા રામને !
એક પછી એક બોર ચાખવાનું નામ લઇ,
અંદરથી ચાખ્યા’તા રામને.
શબરીએ બોર……..

બોર બોર ચૂંટતા કાંટાળી બોરડીના કાંટા
જરૂર એને વાગ્યા હશે,
લાલ લાલ લોહીના ટશિયા ફૂટીને પછી
એક એક બોરને લાગ્યા હશે,
આંગળીથી બોર એણે ચૂંટયા’તા ક્યાં?
લાલ ટેરવેથી પૂજ્યા’તા રામને
શબરીએ બોર…….

રોમ રોમ રાહ જોતી આંખો બિછાવીને,
કેટલીયે વાર એણે તાકી હશે?
રામરામ રાત દિ કરતાં રટણ,
ક્યાંક આખરે તો જીભ એની થાકી હશે?
હોઠેથી રામ એણે સમર્યા’તા ક્યાં?
ઠેઠ તળિયેથી ઝંખ્યા’તા રામને.

શબરીએ બોર….

-વિશનજી નાગડા

સ્વર :પુરૂષોત્તમ ઉપાધ્યાય
સ્વરાંકન :પુરૂષોત્તમ ઉપાધ્યાય

હેજી એવી ચોપાટું મંડાણી ચંદન ચોક માં

Comments Off on હેજી એવી ચોપાટું મંડાણી ચંદન ચોક માં

હેજી એવી ચોપાટું મંડાણી ચંદન ચોક માં ,
હે નાખ્યા લખ રે ચોરાશી દાવ, હજી એવી રૂડી ચોપાટું મંડાણી

પુરા ચાંદા સુરજ ના કીધા સોગઠા .… કીધા સોગઠા
નાચ્યા કોઈ આંખ્યું ને અણસાર …
હેજી એવી ચોપાટું મંડાણી

તમે પાસા ઢાળો ને તારા ઝળહળે.. તારા ઝળહળે.…
ને મુઠ્ઠી વાળો ત્યાં અંધાર .. મૂઠી તમે વાળો ત્યાં અંધાર
હજી એવી ચોપાટું મંડાણી ચંદન ચોક માં

  • રાજેન્દ્ર શુક્લ

સ્વર : ગાર્ગી વોરા
સ્વરાંકન : પરેશ ભટ્ટ

Older Entries Newer Entries

@Amit Trivedi