લે ચલ જરાક આવ …
May 25
ગઝલ ધ્રુવ ભટ્ટ Comments Off on લે ચલ જરાક આવ …
[wonderplugin_audio id=”1150″]
લે ચલ જરાક આવ જરા બેસ જામ લે
બેબાક રહી શકાય એ રીતે જ કામ લે
મણકા ગણી ગણી ને કોઇ જીતતું નથી
અસ્તિત્વ લાવ હોડમાં મેલીને દાવ લે
દુનિયાની રીતમાં આ સંબંધો સમાય ના
ઠપકોયે દઈ દીયે અને એનાં ઈનામ લે
મારા મુખે એ નામ ભલા કઈ રીતે ચડે?
આ માશુકા કેવી રીતે દિલબર નું નામ લે
-ધૃવ ભટ્ટ
સ્વર :હાર્દિકા દવે
સ્વરાંકન :પિયુષ દવે
રેકોર્ડિંગ : કથન રેકોર્ડિંગ સ્ટુડિયો, જુનાગઢ