આ સ્થળેથી સીધા સામે જૂઓ
-ને કહો, ક્યાં ડૂબ્યો’તો ખારવો ?

હોય પોતાનાં ઘરનો જે ખૂણો
કેમ ક્યારેક લાગે છે કૂવો ?

ક્યાં ગયાં મારાં લથબથ જંગલો
દઈને ઉપખંડ આ અંધારિયો

કઈ કથાનું નિરૂપણ થઈ જતાં
રે વ્યતિત ! પીડતા થઈને ડૂમો

કબૂલ છે ! આંખ, ફાંસીની સજા ?
તો હુકમ પાંપણોને હો બીજો

તરતી મૂકી ત્વચા મધવ્હેણમાં
ઉઝરડાનો થયો ઉલ્લેખ તો

તેં હથેળીને કાગળ સમજીને
હાંસિયા રૂપે એક કાપો મૂક્યો.
 
-સંજુ વાળા
 
સ્વર : ભદ્રાયું ધોળકિયા
સ્વરાંકન : ભદ્રાયું ધોળકિયા