કો ઉકેલ ના શકે, એવી પહેલી જિંદગી
ક્યાંક એ મોડી પડે ને, ક્યાંક વહેલી જિંદગી

આવડે તો શોધ એમાંથી તને મળશે ઘણું,
છે ઘણા જન્મોથી આ તો, ગોઠવેલી જિંદગી.

લોકના ટોળાં કિનારે, ઓર વધતા જાય છે,
સૂર્ય સમજીને જુએ છે, અધડૂબેલી જિંદગી.

એટલે આ પાપણો, બીડાઈ ગઈ મેહુલ તણી,
હાથ તાળી દઈ ગઈ તી, સાચવેલી જિંદગી.
 
-સુરેન ઠાકર ‘મેહુલ’
 
સ્વર: ચંદુ મટ્ટાણી