શ્વાસ ની આ તો આવન જાવન (૨),
એને તારું નામ લીધું છે,
મેં તો તારા હોઠનું અમૃત, આંખ ભરીને એમ પીધું છે,
મેં તો તારુંનામ લીધું છે.. શ્વાસ ની આ તો આવન જાવન

આ મારો છે ભાવ સમંદર (૨), ભાવ કહો કે ભક્તિ,
અમને તો બસ એ ખબર છે, પાગલ છે આ શક્તિ,
હજાર તારા નામ હરિવર (૨), મારુ નામ તો સાવ સીધું છે..
મેં તો તારું નામ લીધું છે..
શ્વાસ ની આ તો આવન જાવન

મીરા કહો કે કહો રાધિકા, કહો મને કોઈ ગોપી (૨),
મેં તો તારા નામમાં મારી માયા ને આટોપી,
મન મલાજો છોડી દઈને (૨), નહિ કહેવાનું તને કીધું છે. મેં તો તારુંનામ લીધું છે..
શ્વાસ ની આ તો આવન જાવન