કલ્પક ગાંધી
 

કલ્પક ગાંધી વિષે વધુ વાંચવા click કરો : કલ્પક ગાંધી

 


 
Click the link below to download
 
Pag Ghungharu Bandh Meera Nachi Re Kalpak Gandhi.mp3

 
પગ ઘૂંઘરું બાંધ મીરાં નાચી રે

મેં તો મારા જન્માક્ષર માં
હરિવરજી ને એક પલકમાં, એક ઝલકમાં, લીધાં હ્રદયથી વાંચી રે

પગ ઘૂંઘરું બાંધ મીરાં નાચી રે ………
મેં તો મારા જન્માક્ષર માં
હરિવરજી ને એક પલકમાં, એક ઝલકમાં, લીધાં હ્રદયથી વાંચી રે

મારા બારેબાર ખાનામાં મોરપિંછ ને મંજીરા છે
મુરલીયાના સપ્તછીદ્રમાં મીરાં મીરાં છે
રોમ રોમના રંગ ભવનમાં મીરાં કુંવારી કાચી રે

પગ ઘૂંઘરું બાંધ મીરાં નાચી રે …….
મેં તો મારા જન્માક્ષર માં હરિવરજી ને એક પલકમાં, એક ઝલકમાં લીધાં હ્રદયથી વાંચી રે

મારા આ જનમારા પૂરતો એક જ તુલસી ક્યારો છે
પળ પળના આ પાંદડે પાંદડે શ્યામ સદાયે મારો છે
જનમ જનમ ની દાસી મીરાં રાજી રાજી રાજી રે

પગ ઘૂંઘરું બાંધ મીરાં નાચી રે
મેં તો મારા જન્માક્ષર માં હરિવરજી ને એક પલકમાં, એક ઝલકમાં લીધાં હ્રદયથી વાંચી રે
પગ ઘૂંઘરું બાંધ મીરાં, ઘૂંઘરું બાંધ મીરાં, ઘૂંઘરું બાંધ મીરાં નાચી રે

– સુરેશ દલાલ

સ્વર : કલ્પક ગાંધી
સ્વરાંકન : કલ્પક ગાંધી