આંસુ ન વરસો દુઃખી મુસાફર,
રજની રહી હવે થોડી રે;

મુદ્દિત ઉષા ભરી રસ નભફલકે,
સુભગ છબી રહે દોરી રે;

જગસુખકર રવિ પાછળ આવે,
ગભરાઓ નવ ગેારી રે;

વિકટ વને થકી આદર દઈશું,
રાજહૃદય શીળી છાયા રે;

સ્થાનક શ્રેષ્ઠ ત્યાં રાખ્યું તમારું,
જાણો અનલ હોલાયા રે;

આંસુ ન વરસો દુઃખી મુસાફર,
રજની રહી હવે થોડી રે.
 
-રમણલાલ વ. દેસાઈ
 
સ્વર : આશિત દેસાઈ
સ્વરાંકન : આશિત દેસાઈ