પ્રશ્ન છું હું આપને ઉકેલવાની છૂટ છે
ના મળે ઉત્તર તો મુજને ભૂલવાની છૂટ છે

છે વજન મીજ શબ્દ માહે પ્રેમ ત્યાગ ને સત્ય નું
ત્રાજવે થી દિલ તનાએ તોલાવાની છૂટ છે

ના મળે ખારાશ મુજ માં શુદ્ધ છું ગંગા સમો
હોય જો શંકા જરા પણ ચાખવા ની છૂટ છે

પાનખર ના વાયરે ખરતો રહ્યો છું હું છતાં
છે વસંતો માં ફરી થી ખીલવાની છૂટ છે

 
-રમેશ ચૌહાણ
 
સ્વર: પાર્થિવ ગોહિલ
સ્વરાંકન: શ્યામલ સૌમિલ મુન્શી
 
 

આલ્બમ: મારા હિસ્સા નો સૂરજ