વર્ષો પછી તોરણ….
Feb 15
ગઝલ Comments Off on વર્ષો પછી તોરણ….
વર્ષો પછી તોરણ તૂટેલાં એમણે જોયાં હશે
પત્ર વાંચીને પછી તો ખુબ એ રોયાં હશે
એટલે ફૂલો હવે ઝાઝું અહીં જીવતા નથી
એમણે તો આંગણમાં ઝાકળ વડે ધોયા હશે.
એક પરપોટો લીધો પકડી ઉતાવળમાં અને
લાખ દરિયાં હાથમાંથી એમણે ખોયાં હશે.
એ રડે છે રોજ મધરાતે હવે શાને અહીં
દૂરથી દીવા પરાયા ગામમાં જોયા હશે.
જિંદગી આખી ભલે નફરત કરી મુકેશથી
જોઈ રૂપાળી લાશને એ હવે મોહ્યાં હશે
– મુકેશ માલવણકર
સ્વર : ગિરિરાજ ભોજક
સ્વરાંકન : જયદેવ ભોજક