સતત નાદ ઉઠે, શિવોહમ શિવોહમ;
ને, બ્રહ્માંડ ધ્રુજે, શિવોહમ શિવોહમ.

બિલિપત્ર ને દૂધ-જળનો અભિષેક;
અધર શંખ ફૂકે, શિવોહમ શિવોહમ.

મહારૂદ્ર, તાંડવ ને શિવસ્તોત્ર ગુંજે;
ઢળે સૂર્ય, ઊગે, શિવોહમ શિવોહમ.

નિરંતર જીભે એક ઉચ્ચાર રહેતો;
કહે યા તો પૂછે, શિવોહમ શિવોહમ.

તમે પંથના જે પ્રવાસી છો “નાદાન”;
છે આગળ ને પૂઠે, શિવોહમ શિવોહમ.

 

દિનેશ ડોંગરે “નાદાન”