મહેકની માફક ફૂલો
Mar 21
ગઝલ Comments Off on મહેકની માફક ફૂલો
મહેકની માફક ફૂલો વચ્ચે ફરીશું .mp3
મહેકની માફક ફૂલો વચ્ચે ફરીશું
ક્યાં સુધી ભમરો બનીને કરગરશું
સૂર્ય કહે છે આગિયાઓને લીધે છું
વાત આ સાચી હશે તો શું કરીશું
એક હોડી ક્યારની જીદે ચઢી છે
સહેજ પણ પાણી નથી તો પણ તરીશું
– અંકિત ત્રિવેદી
સ્વર :આલાપ દેસાઈ
સ્વરાંકન : આલાપ દેસાઈ
સંગીત : દર્શન ઝવેરી