સાવ અજાણી વાટે મરે આગળ જાવું છે
પથ્થરમાં પણ ફૂલ ખીલવવા પાણી પાવું છે.

મના કરીને આંસુડાં ને આંખ વૃથા ભિંજવશો ના
ઘાવ સહી ને કુણાં હૈયાં જુલમને પાયે પડશો ના
હસતાં હસતાં આ જીવનનું ગીતડું ગાવું છે
પથ્થરમાં પણ ફૂલ ખીલવવા પાણી પાવું છે.

અંજલિ લઈ આવી અમૃતની ઝેર મળે પીવાને
ડૂબી જવાશે તરતાં તરતાં શું ડર મરજીવા ને
સંકલ્પ ધર્યો છે આ શ્રધ્ધા એ ચાહવું તે ચાહવું છે
પથ્થરમાં પણ ફૂલ ખીલવવા પાણી પાવું છે.
 
– પ્રફુલ્લ દેસાઈ

 
સ્વર: હર્ષિદા રાવળ
સ્વરાંકન: અહેમદ દરબાર