હર મહોબત તણા ઇતિહાસ ના પુરાવા નથી હોતા
હર મકબરાની પાસ માં મિનારા નથી હોતા

હર આહ ને ભરનારા ઉરે આશિક નથી હોતા
હર આગિયા ની રૂહ માં સિતારા નથી હોત

હર હોઠ ની મુસકાન માં મતલા નથી હોતા
હર વારતા ના અંત સરખા નથી હોતા

હર આસ્થા શ્રધ્ધા મહીં કીર્તન નથી હોતા
હર બંસરી ના નાદ માં ઘનશ્યામ નથી હોતા

હર વમળ ના વર્તુળ માં કંકર નથી હોતા
હર ઝેર પીનારા શંકર નથી હોતા

હર ચમન માં ઉડતા બધા બુલબુલ નથી હોતા
હર પ્રેમ કરનારા શાયર નથી હોતા
 
-કમલેશ સોનાવાલા

 
સ્વર: ધનાશ્રી પંડિત
સ્વરાંકન:સ્નેહલ મજમુદાર