ભૂલી ગયોછું ભૂલવાનું શુ હતું .mp3

 
 
ભૂલી ગયોછું ભૂલવાનું શુ હતું ? તે ભૂલથી,
ને, યાદ પણ આવે નહીં ભૂલી ગયો જે ભૂલથી?

ભૂલી ગયો છું એમને, એવું કહેછે એ મને,
પણ,શ્વાસ લેવાનું કદી ભૂલી શકાશે ભૂલથી?

પુછી જ લઉ હું આપને જો યાદ આવે તો કહો,
પ્હેલી નઝર ગમ્યો હતો કે ભૂલ થૈ એ ભૂલથી?

સાચું કહું તો એમ પણ સ્હેલુ નથી ભૂલી જવું!
ને, હોયજો સ્હેલુ, કદી ભૂલી બતાવે ભૂલથી.

શાળા મહી શીખ્યો નથી, શીખવી ગઈ છે ભૂલ તે,
કરતો રહ્યો તેથી ‘કમલ’ભૂલો વધારે ભૂલથી.
 
-પંકજ ચૌહાણ “કમલ”
 
સ્વર : ડો. ભરત પટેલ
સ્વરાંકન : ડો. ભરત પટેલ