… વારી.. વારી .. જઈશું !
Jul 05
ગઝલ Comments Off on … વારી.. વારી .. જઈશું !
Click the link below to download
ધલવલાટ ધરશું ‘ને વારી.. વારી .. જઈશું !
જાતથી ઝઘડશું ‘ને વારી.. વારી .. જઈશું !
ભેળાં ભેળાં રમશું ‘ને વારી.. વારી .. જઈશું !
નથણી જેમ જડશું ‘ને વારી.. વારી .. જઈશું !
ઓળઘોળ કરશું ‘ને વારી.. વારી .. જઈશું !
આંખથી ઊભરશું ‘ ને વારી.. વારી .. જઈશું !
વેણે વેણે ઠરવાં , સુગંધ જેવું તરવાં !
ઝીણું ઝીણું જરશું ‘ને વારી.. વારી .. જઈશું !
તંત તંત જેનાથી છે સભર , સમર્પિત –
વારી વારી વરશું ‘ને વારી.. વારી .. જઈશું !
સ્પર્શ ઉપસી આવ્યા પટોળાભાત થઈ ત્યાં
રંગ થઈ ઊઘડશું ‘ને વારી.. વારી .. જઈશું !
મોરપિચ્છ વીંઝીને વેર વાળવાના
મનસૂબાઓ ઘડશું ‘ને વારી.. વારી .. જઈશું !
શ્રી ! તમારી સાથે સ્વનામ સાંકળી લઈ
હક કરી હરખશું ‘ને વારી.. વારી .. જઈશું !
પળ – પ્રહરના અવસર ઘડી-ઘડીના ઓચ્છવ
નિત નવા ઉજવશું ‘ને વારી.. વારી .. જઈશું !
-સંજુ વાળા
સ્વર : નિધિ ધોળકિયા
સ્વરાંકન : ડો ભરત પટેલ