પેંન્સિલ      છે    કે       છે   સમય,
જેમ    છોલું     છું  એમ  બટકે   છે.

શબ્દ બાળક સમા મને   લાગ્યા,
જેમ   પંપાળું  એમ   ફટકે    છે.

શેરીથી  ફળિયા  સુધી    આવ્યા,
ઉંબરે  પગ   આ  કેમ  અટકે  છે.

હું  તો  આ વી ગયો   તમારે ઘરે,
શેરીમાં પગલાં    હજી  ભટકે   છે.

‘પ્રીતમ’ની આંખ મળે એ પહેલાં,
આ કોણ અડધી  રાતે  છટકે   છે.

– પ્રીતમ લખવાણી