વિભા દેસાઈ

 

 

Click the link below to download

Hu to Andhare More.mp3

 

હું તો અંધારે મોર બેઠી ભરવા, ને મોરલો  અધૂરો   રહ્યો
નથી સોયમાંથી નીકળતો દોરો, ને મોરલો અધૂરો  રહ્યો.

પડી   દોરમાં   થોકબંધ ગાંઠયું, ને મોરલો અધૂરો રહયો
હું  ગૂંચભર્યા   દોરાનો   ઢગલો, ને મોરલો અધૂરો રહયો.

બહાર ચોમાસું સાંકળ ખખડાવે, ને મોરલો અધૂરો રહયો.
કીયા દોરાથી ગ્હેંક મારે ભરવી, ને મોરલો અધૂરો રહયો.

– અનિલ જોશી

સ્વર : વિભા દેસાઈ