વિનોદ જોશી
 
wonderplugin_audio id=”161″

 

 

Click the link below to download

Dabe Hathe Oru Sajan Lapsi.mp3

 

ડાબે હાથે ઓરું સાજન લાપસી
જમણે હાથે ચોળું રે કંસાર
હું તો અડધી જાગું ને અડધી ઊંઘમાં …….

પીછાને પાથરણે પોઢ્યા પારેવાં અટકળનાં રે
પાંપણની પાંદડીએ ઝૂલે તોરણિયા અંજળના રે

અજવાળે ઓઢું રે અમરત ઓરતા
અંધારે કાઇ ભમ્મરિયા શણગાર
હું તો અડધી જાગું ને અડધી ઊંઘમાં …….

સોનેરી સૂરજડા વેર્યાં પરોઢિયે ઝાકળમાં રે
સાંજલડી સંતાડી મેં તો મઘમઘતા મીંઢળમાં રે

ઉગમણે ભણકારા ભીના વાગતા
આથમણે કાઇ ઓગળતા અણસાર
હું તો અડધી જાગું ને અડધી ઊંઘમાં …….

કવિ : વિનોદ જોશી

સ્વર : નિશા કાપડિયા…..