શ્યામલ -સૌમિલ મુનશી
 

શ્રી શ્યામલ અને સૌમિલ મુનશી વિષે વધુ વાંચવા માટે click કરો : શ્યામલ સૌમિલ મુનશી

 
wonderplugin_audio id=”174″
 

 
click the link below to download
 
Mara Manne Je Game Chhe.mp3
 

મારા મનને જે ગમેં છે તારી સાથે માણવું છે,
શું જીવનમાં છે અધૂરું? તારી પાસે જાણવું છે

રોજીદા જીવનની ઘટમાળ સાંકડું કરતી જીવન ,
આવશે ક્યારે કિનારો કે ઉજડશે આ ચમન
દિલને ગમતું એક સપનું તારી પાસે પામવું છે
મારા મનને જે ગમેં છે તારી સાથે માણવું છે,

મહેક ફૂલોની પસારે એક ઉપવન તારું મન
તારું મોહક સ્મિત ખુશીઓથી ભરે મારું જીવન
ખુબસુરત ખ્વાબ જેવું દિલ મારું સોહામણું છું
મારા મનને જે ગમેં છે તારી સાથે માણવું છે,

આ જીવન અણમોલ એને પ્રેમથી બસ જીવવું
જે બધું આવે સફરમાં દિલથી એને ઝીલવું
હરપળે મેં સ્વર્ગ જેવા આ જીવનને સાચવ્યું છે
મારા મનને જે ગમેં છે તારી સાથે માણવું છે,

– સ્નેહલ પટેલ

સ્વર : શ્યામલ -સૌમિલ મુનશી

સ્વરાંકન : શ્યામલ -સૌમિલ મુનશી