ખણખણ ખણખણ થયા કાંકરાં અલ્યા આપણી દોણીના
જા આપિયું અમદાવાદ
જા આપિયું અમદાવાદ
આખું આજ મેં બોણીમાં

તોડી નાખ ફોડી નાખ તોડી નાખ ફોડી નાખ

ખણખણ ખણખણ થયા કાંકરાં અલ્યા આપણી દોણીના

કોડ રીયાતાં અમને મનમાં કેવાં કેવાં કેવાં
સપના અમને ન’તા આવતા જેવાં જેવાં જેવાં
કોડ રીયાતાં અમને મનમાં કેવાં કેવાં કેવાં
સપના અમને ન’તા આવતા જેવાં જેવાં જેવાં

અંગત એ અરમાન અમારા નથી કોઈને કહેવા જેવા
તોય આજ તો નહિ ચૂપ રહેવાના કંકર દોણીના
ભાવનગર આખુંયે આપિયું આજ તને મેં બોણીમાં

ખણખણ ખણખણ થયા કાંકરાં અલ્યા આપણી દોણીના

અમદાવાદ, મહેમદાવાદ, રાજકોટ, આટકોટ
ભાવનગર, જુનાગઢ, મોરબી, વાંકાનેર
ધોળકા, ધંધૂકા, દાહોદ, ગોધરા, નડિયાદ, વલસાડ
દહેગામ, વિરમગામ, સાણંદ, આણંદ, ડાકોર, દ્વારકા

એક બે ત્રણ ચાર પાંચ છ સાત આ….

અરેરેરે નહિ નહિ માફ કરો બસ અરેરેરેરે ના…
માફ કરો બસ માફ કરો માફ કરો બસ માફ
અમે પતિ પત્ની બે બસ તો પછી અમારે બાળકો બે બસ
બસ બસ બસ બસ શ્રદ્ધા રાખો તમે બધા આ વાણીમાં
જા આપિયું બંદર સુરતનું આજ તને મેં બોણીમાં
ખણખણ ખણખણ થયા કાંકરાં અલ્યા આપણી દોણીના

ફૂલ ફટાક…
ફૂલ ફટાક થઈને જાશું હું ને તું મેહોણા
કદી કદી ફિલમ જોશું ને
કદી કદી ફિલમ જોશું ને ખાશું આખાં ભોણાં

ભેલ પુરી ને… પુરી ને ભેલ પુરી ને… પુરી ને
ભેલ પુરી ને રગડા ખાશું બેઉ પછી તો તગડા થાશું
ભાદરવા મહિનામાં નાશું સાબરના પોણીમાં
ભાદરવા મહિનામાં નાશું સાબરના પોણીમાં

હે જી રે…………
જા આપી આ ઘેલુડી ગુજરાત તને મેં બોણીમાં
જા આપી આ ઘેલુડી ગુજરાત તને મેં બોણીમાં

ખણખણ ખણખણ થયા કાંકરાં અલ્યા આપણી દોણીના
જા આપિયું અમદાવાદ
જા આપિયું અમદાવાદ
આખું આજ મેં બોણીમાં

તોડી નાખ ફોડી નાખ ફોડી નાખ તોડી નાખ
તોડી નાખ ફોડી નાખ તોડી નાખ ફોડી નાખ

સ્વરઃ અંબરકુમાર, રોબિન બેનરજી અને કલ્યાણી મિત્રા

ગીતઃ માધવ રામાનુજ

સંગીતઃ જગદીશ જે.