પાનખરની   શુષ્ક્તા  પથરાય   આસપાસ
પાંપણે તારું સ્મરણ. છલકાય  આસપાસ

સ્વપ્નમાં   ચીતરી   રહું  લીલાશને   હજી
ત્યાં ખરે તુજ નામના ટહુકાઓ આસપાસ

છાલકો    પગરવ   તણી વાગે છે ક્યારની
ધારણા  રેતી  બની   પથરાય   આસપાસ

દર્પણો      ફૂટી   ગયા     સંબંધનાં    હવે
ને  પછી  ચેહેરા  બધા  તરડાય આસપાસ

પાનખરની  શુષ્ક્તા   પથરાય.ય આસપાસ
પાંપણે  તારું  સ્મરણ છલકાય આસપાસ

– વિહાર મજમુદાર

સ્વર :ગાર્ગી વોરા