એવું કૈં કરીએ કે આપણ એકબીજાને ગમીએ !
Aug 21
ગીત Comments Off on એવું કૈં કરીએ કે આપણ એકબીજાને ગમીએ !
એવું કૈં કરીએ કે આપણ એકબીજાને ગમીએ !
હાથ હાથમાં આપી, સાથે હૈયું પણ સેરવીએ,
ભૂલચૂકને ભાતીગળ રંગોળીમાં ફેરવીએ !
શા માટે રઢિયાળી રાતે એકલ એકલ ભમીએ ?
દાઝ ચડે એવી કે આપણ એ બ્હાને પણ મળીએ
ગોફણમાં ચાંદો ઘાલી હું ફેકું તારે ફળીયે
સામેસામી તાલી દઈદઈ રસબસ રાસે રમીએ !
સ્વર : ઝરણા વ્યાસ
સંગીત : ઉદ્દયન મારુ