પહેલા વરસાદનું પહેલું આ બુંદ
હું ઝીલી રહી છું મારા હાથમાં


કોણ જાણે કેમ મને થાતો આભાસ
શ્યામ, ઊભા તમે છો સંગાથમાં

ભીનું આકાશ ઓઢી લીલુડી ધરતી આ
મઘમઘતો માણે બાહુપાશ

વાયરાના વિઝણે ઝૂલે મેહુલિયો
વીજલડી વીંધે આકાશ

કોણ જાણે કેમ, આવે વ્હાલમ્‌ની યાદ
આજ છલકે ચોમાસું મારી આંખમાં

ટહુકામાં મોર બની ગહેકે, એ વ્હાલમ્‌
આંખોમાં ચાતક થઈ ચહેકે, એ વ્હાલમ્‌
વરસાદે સોહે છે ભીનોછમ વ્હાલમ્‌

ને લીલીછમ લાગણીએ લજવે, એ વ્ડાલઃ

કોણ જાણે કેમ મને થાતો આભાસ
મને ઝીલી લીધી રે તમે બાથમાં
શ્યામ, ઊભા તમે છો સંગાથમાં…

  • ડો નિમા હરિભકિત

સ્વર : દર્શના ઠક્કર
સ્વરાંકન : શ્યામલ સૌમિલ મુન્શી