પ્રિયજનની     સઘળી    વાતો    યાદ   છે.
દિલ   દઈ      ભૂલી   ગયા   ફરિયાદ    છે.

ઝાકળ   જેમ     સ્પર્શી   પીગળી ગયા જે,
કોઈ     અન્યની     બાહોંમાં  આબાદ   છે.

પંખી  જેમ   પાનખરે ના છોડો  સાથ પ્રિયે,
ઓસ   હતાં   તમે છતાં લાગતું વરસાદ છે.

નહોતો   ભ્રમર    પણ   ધાગો શમાનો હતો,
પ્યારા   પુષ્પ   તું   મહેક જા  આશીર્વાદ છે.

ક્યાં હીરરાંઝા  કે  શીરીની જ  આ વાત છે,
પાગલ  પ્રેમી ને  પતંગા જગમાં  બરબાદ છે.

-રમેશ ચૌહાણ

સ્વર : હિમાલી વ્યાસ
સ્વરાંકન : સંજય ઓઝા