તમે રે અષાઢી નભના વાદળાં વ્હાલમ
અમે ધરતીની તરસી ધૂળ રે
તમારે સ્નેહે મધુરું મ્હેંકીએ

તમે રે મ્હોરેલા ચ્હેરા આભલા વ્હાલમ
અમે કાળી કોયલડીનો કંઠ
તમારે કાજે રે મીઠું કુંજીએ હોજી

તમે રે આંગળીઓ બજવણ હારની વ્હાલમ
અમે રે તંગ સિતારના તાર
તમારે અડકે રે મધુરું ગુંજીએ હોજી

તમે રે મંદિર કેરી મૂર્તિયું વ્હાલમ
અમે સૂકી સળકડી ના ધૂપ
તમારે કાજે મીઠું ધૂપીએ હોજી

-બકુલા પુરુરાજ જોશી

સ્વર : ડો સાવનિ દિવેટિયા શાહ
સ્વરાંકન : રાસબિહારી દેસાઇ